H1 Title Text

02-07-2025

એસ.આર.પી. કેમ્પ મુલાકાત અને સેવાયજ્ઞ

રોટરી ક્લબ પાલનપુર સિટીના પ્રમુખ રોટેરિયન ગિરિષભાઈ મહેશ્વરી, જે. પી. મહેશ્વરી, કનુભાઈ પટેલ, કિર્તીભાઇ કર્ણાવત તથા મુકેશભાઈ કેલા દ્વારા આજે એસ.આર.પી. કેમ્પની મુલાકાત લેવામાં આવી.

🔹 5 વર્ષ પૂર્વે ક્લબ દ્વારા આપેલ વોટર કૂલર આજેય સક્રિય રીતે કાર્યરત છે – જે સ્થળના higher authority દ્વારા પણ નોંધવામાં આવ્યું.

🔹 આગામી સમયમાં ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણનું આયોજન થવાનું નિર્ધારિત થયું છે – અને અધિકારીઓ તરફથી સંપૂર્ણ ખાત્રી આપવામાં આવી છે.

🔹 આ મુલાકાત દરમિયાન શ્રી રમેશભાઈ દાખરા સર દ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

🔹 જૂની યાદોને તાજી કરતી, ક્લબના પહેલાના પ્રોજેક્ટ્સનું સ્મરણ કરાયું – જેમાં અહીં અગાઉ બ્લડ ડોનેશન અને વૃક્ષારોપણના સફળ આયોજન થયું હતું.

🙏 Rotary ની સંસ્કૃતિ પ્રમાણે – સેવા દ્વારા સમાજપ્રતિ શ્રદ્ધાંજલિ.

✍️ Rtn. Girishbhai Maheshwari

President – Rotary Club Palanpur City

✍️ Rtn. Bhavesh K. Patel

Secretary – Rotary Club Palanpur City

📍 Rotary District 3055